*કાકડી, તબિયત કરે ફાંકડી
*બીટ, શરીરને રાખે ફિટ
*ગાજર, તંદુરસ્તી હાજર
*મગ, સારા ચાલે પગ
*મેગી, ખરાબ કરે લેંગી
*ઘઉં, વજન વધારે બહુ
*ભાત, બુદ્ધિને આપે સાથ
*સૂકા મરચા, કરાવે વધારે ખર્ચા
*દહીં, જ્યાદા ઘુમાકે ખાઓ તો સહી
*ખજૂર, શક્તિ હાજરાહજૂર
*દાડમ, કરે મડદાંને બેઠું તેવી શક્તિ
*દાડમ, વિયાગ્રાનો બાપ
*જાંબુ, જીવન કરે નિરોગીને લાબું
*જામફળ, એટલે મજાનું ફળ
*ધરતીમાતાનું ધાવણ એટલે નારિયેળ
*દૂધી, કરે લોહીની શુદ્ધિ
*કારેલા, ના ઉતરવાદે ડાયાબિટીસના રેલા
*તલ ને દેશી ગોળ, આરોગ્યને મળે બળ
*કાચું એટલું સાચુને રંધાયેલું એટલું ગંધાયેલું
*લાલ ટમેટા જેવા થવું હોય તો લાલ ટમેટા ખાજો
*આદુનો જાદુ
*ડબલફિલ્ટર તેલ, કરાવે બીમારીના ખેલ
*મધ, દુઃખોનો કરે વધ
*ગુટખા, બીમારીના ઝટકા
*શરાબ, જીવન કરે ખરાબ
*દારૂ, રૂપિયા બગાડવાનું બારું
*શિયાળામાં ખાય બાજરી, ત્યાં આરોગ્યની હાજરી
*ઈંડુ, તબિયતનું મીંડું
*દેશી ગોળ ને ચણા, શક્તિ વધારે ઘણા
*બપોરે ખાધા પછી છાસ, પછી થાય હાશ
*હરડે, બધા રોગને મરડે
*ત્રિફળાની ફાકી, રોગ જાય થાકી
*સંચળ, શરીર રાખે ચંચળ
*મકાઈના રોટલા, શક્તિના પોટલા
*ભજીયા, કરે પેટના કજિયા
*રોજ ખાય પકોડી હાલત થાય કફોડી
*પાઉને પીઝા, બીમારીના વિઝા
*દેશી ગોળનો શીરો, આરોગ્યનો હીરો
*સર્વે સન્તુ નિરામયા